National Herald Money Laundering Case: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પલેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટની નોંધ લેવા અંગેની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે.
ઈડીએ રાહુલ-સોનિયા અને અન્ય વિરૂદ્ધ દાખલ કરી ચાર્જશીટ
ઈડી દ્વારા રાહુલ ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વિરૂદ્ધ PMLAની કલમ 44 અને 45 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં આરોપ લગાવાયો છે કે આરોપી વ્યક્તિઓએ કલમ 3 હેઠળ મની લોન્ડ્રિંગનો ગુનો કર્યો છે. ઈડીને નિર્દેશ આપ્યો કે ફરિયાદ અને સંબંધિત કાગળોની સ્વચ્છ કોપી અને ઓસીઆર (રીડેબલ) નકલ આગામી સુનાવણી પહેલા કોર્ટમાં દાખલ કરો.
હાલ, આ કેસ દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યૂ કોર્ટના ACJM-03 કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. કેસની સુનાવણી આ કોર્ટમાં એટલા કરાઈ રહી છે, કારણ કે જ્યારે કોઈ કેસ મની લોન્ડ્રિંગ અને ગુનાથી જોડાયેલા બંને કેસોની સુનાવણી એક જ કોર્ટમાં થવી જોઈએ. કારણ કે આરોપ રાજ્યસભા અને લોકસભાના હાલના સાંસદ છે, એટલા માટે આ કેસ કોર્ટમાં સોંપાયો છે.
આ મામલે આગામી સુનાવણી 25 એપ્રિલે નક્કી કરાઈ છે. આ દિવસે સરકારી વકીલ અને તપાસ અધિકારીને કેસ ડાયરી સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે.
કોંગ્રેસ નેતાએ આપી પ્રતિક્રિયા
રાઉઝ એવેન્યૂ કોર્ટમાં દાખલ ચાર્જશીટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રીની બદલાની ભાવના અને ડરાવવાની રાજનીતિનું ઉદાહરણ છે, જે હવે સંપૂર્ણ રીતે બેકાબૂ થઈ ચૂક્યું છે.