Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા ગઇકાલે રાતે જીલ્લાના તમામ પોલીસ મથકને નાઈટ ટ્રાફિક ડ્રાઈવનો આદેશ આપવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને સમગ્ર જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા વિશેષ ટ્રાફિક દ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવવી, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તથા રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં જીપી એક્ટ કલમ 135 ના 28 કેસ, એમવી એક્ટ કલમ-185 ના 12, નંબર પ્લેટ વગરના 116 કેસ, ફેન્સી નંબર પ્લેટના 47 સહીત કુલ 282 વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.