National Herald Case: નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, ઈડીએ ગાળિયો કસતાં મની લોન્ડ્રિંગ મામલે ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીઓ તરફથી દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ઈડીએ બંને નેતાઓને મની લોન્ડ્રિંગ મામલે આરોપી બનાવ્યા છે. હવે આ મામલે આગામી 25 એપ્રિલે સુનાવણી થશે. જેને લઈને કોંગ્રેસ દેશભરમાં આવેલી EDની ઑફિસો બહાર વિરોધ પ્રદર્શન કરશે.