NEET PG 2025 Registration : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએશન (NEET PG) 2025ને લઈને આવતીકાલે 17 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પાડશે. આમ આવતીકાલે ગુરુવારથી NEET PG 2025ની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન શરૂ થશે. આજે બુધવારે NBEMSની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર એક નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, NEET PG 2025ની સૂચના આવતીકાલે 17 એપ્રિલે બપોરે 3 વાગ્યે બહાર પાડવામાં આવશે.