અમદાવાદ,બુધવાર,16 એપ્રિલ,2025
અમદાવાદના પશ્ચિમ
ઝોનમાં ૧૩૨ ફુટ રીંગ રોડ ઉપર રુપિયા ૧૧૧.૯૪ કરોડના ખર્ચથી અજય ઈન્ફ્રાકોન દ્વારા
બનાવવામા આવેલા પલ્લવ ફલાય ઓવરબ્રિજના સ્પાન લોડ ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે.૩૦૦
મેટ્રીક ટનના લોડ ટેસ્ટની કામગીરી ૧૮ એપ્રિલે પુરી કરાશે.
રુપિયા ૪૦ કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવનારા અજય
ઈન્ફ્રાકોનને પલ્લવ ફલાય ઓવરબ્રિજ બનાવવા કામગીરી અપાઈ હતી.પલ્લવ અને પ્રગતિનગર
જંકશન ઉપર કુલ ૯૩૫.૬૦ મીટર ઘાટલોડીયા તરફ અને ૯૩૧.૦૦ મીટર અંકુર તરફ લંબાઈમાં
ફોરલેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ ના સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.જેનુ
નિરીક્ષણ પી.એમ.સી.એજન્સી એચ.સી.પી.ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
પ્રા.લી.દ્વારા કરાયુ છે.હાલમાં અંડર સ્પેસ અને ફીનીસીંગની કામગીરી ચાલી રહી
છે.આઈ.આર.સી.કોડ એસ.પી.૫૧ ના પ્રોવિઝન મુજબ પલ્લવ જંકશન ઉપર આવેલા સ્પાન
પીએ-૨૪-૨૫ના ૩૫ મીટર લંબાઈમાં કુલ ૩૦૦ મેટ્રીકટનના લોડ ટેસ્ટની કામગીરી
પી.એમ.સી.ના નિરીક્ષણ હેઠળ ૧૫ એપ્રિલથી શરુ કરાઈ છે.૨૪ કલાક લોડ રાખી તેના
ડીફલેકશનની નોંધ કરી ૧૮ એપ્રિલના રોજ લોડ ટેસ્ટની કામગીરી પુરી કરાશે.