Jamnagar : જામનગરમાં બ્રેડેશ્વર નજીક ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં રહેતા મહમદ અબ્બાસભાઈ શેખ નામના 26 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે માધાપર ભુંગામાં રહેતા નવાજ ઉર્ફે ટાયડી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ફરિયાદી મહમદભાઈની સાળીનો ફોટો પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં મુક્યો હતો, જે અંગેની ના પાડવા જતાં ઉસ્કેરાઈ જઈ આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.