Hyderabad Drugs Racket: પોલીસે હૈદરાબાદની એક ખાનગી શાળામાં ચાલી રહેલા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તેના ડિરેક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયા પ્રકાશ ગૌડેએ વર્ગખંડો અને પ્રતિબંધિત વિસ્તારોમાં નાર્કોટિક પદાર્થનો ઉપયોગ કરી અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ બનાવવાની સુવિધા ઉભી કરી હતી.
તેલંગાણા પોલીસની એલીટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમે આ ખાનગી શાળામાંથી આઠ રિએક્ટર અને ડ્રાયર્સથી સજ્જ એક કેમિસ્ટ્રી લેબ શોધી કાઢી હતી. જેમાં મોટા પાયે ડ્રગ ઉત્પાદન થઈ રહ્યું હતું. પોલીસે 7 કિગ્રા અલ્પ્રાઝોલમનો જથ્થો, રૂ. 21 લાખની રોકડ, અને ડ્રગ્સ બનાવવા વપરાતું કેમિકલ અને સાધનો જપ્ત કર્યા હતા.
છ મહિનાથી થઈ રહ્યું હતું ઉત્પાદન
આ યુનિટમાં લગભગ છ મહિનાથી ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હતું. ગૌડે કથિત રીતે અઠવાડિયામાં સળંગ છ દિવસ સુધી ઉત્પાદન કરતો હતો. અને રવિવારે તેની ડિલિવરી થતી હતી. આ ખાનગી શાળામાં નીચે ગ્રાઉન્ડ તથા પહેલા માળ પર શૈક્ષણિક વર્ગો ચાલી રહ્યા હતાં. જ્યારે ઉપર બીજા માળે ડ્રગ્સનું ઉત્પાદન ધમધમી રહ્ુયં હતું. ગૌડ અને તેના બે સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.