Hindi Compulsory In Maharashtra School : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ નવા અભ્યાસક્રમમાં ધોરણ-1 થી 5માં ત્રિ-ભાષા ફોર્મ્યુલા લાગુ કરાયા બાદ તેનો મહારાષ્ટ્રમાં અમલ કરાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ-1થી પાંચમાં હિન્દી ભાષા ફરજીયાત કરી દીધી છે, જેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MSN)ના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધ કર્યો છે.
‘અમે હિન્દી ભાષા ફરજિયાત નહીં થવા દઈએ’
રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી ભાષાને ફરજીયાત કરવાની બાબત અમે સાખી નહીં લઈએ. અમે અભ્યાસક્રમ હેઠળના હિન્દી પુસ્તકોને દુકાનોમાં વેચવા નહીં દઈએ અને વિદ્યાર્થીઓને વિતરણ પણ કરવા નહીં દઈએ.