વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં બંધ દુકાનોને ટાર્ગેટ કરી હાથફેરો કરતા રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડયો છે.
શહેરમાં બંધ દુકાનોમાં બનેલા ચોરીના બનાવોની વિગતો તેમજ ફૂટેજની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે સયાજીગંજ પરશુરામભઠ્ઠામાં ભાથુજીનગર ખાતે રહેતા નામચીન અંકિત રમણભાઇ પાટણવાડિયાને ઝડપી પાડયો હતો.
પોલીસે તેના ઘરમાં તપાસ કરતાં જુદી જુદી ત્રણ બેગમાંથી રોકડા રૃ.૫.૭૦ લાખ તેમજ નવા ટીશર્ટ સહિતના કપડાં મળ્યા હતા.જેથી પૂછપરછ કરતાં તાજેતરમાં ઓપી રોડ પર ફરસાણ અને ગારમેન્ટ્સની દુકાનો સહિત ચાર દુકાનોમાં ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.અંકિતની અગાઉ પણ ચોરીના ૩૦ જેટલા બનાવોમાં સંડોવણી ખૂલી હતી.