અમદાવાદ,ગુરુવાર,17 એપ્રિલ,2025
આર્મી હેલિકોપ્ટર ક્રેશ સહિત અન્ય કિસ્સામાં મદદરુપ થયેલા ડીપ
ટ્રેકર અંડર વોટર મશીનને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૦૦ મીટર ઉંડી ડૂબકી મારી મૃતદેહ
કે ચીજ શોધી કાઢશે.રુપિયા ૯૫ લાખના ખર્ચથી ડીપ ટ્રેકર મશીન ખરીદવા મ્યુનિસિપલ
તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
પાણીની અંદર રીમોટલી ઓપરેટેડ એવા ડીપ ટ્રેકર અંડર વોટર
મશીનને લઈ મ્યુનિ.તંત્ર દ્વારા પાયલોટ નિરીક્ષણ કરાયુ છે.પાણીની અંદર ૧૦૦
કિલોગ્રામ સુધીના મૃતદેહને મેળવવા ઉપરાંત પાણીની અંદર રહેલી ચીજ વસ્તુ શોધવામાં
ડીપ ટ્રેકર મહત્વની કામગીરી કરે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,રાત્રિના સમયે
અંધકારમાં પણ પાણીમાં તે નીચે સુધી જઈ કોઈ પણ ચીજ વસ્તુ સરળતાથી શોધી શકે છે.૩૦
સેકન્ડની અંદર તે કાર્યરત થઈ શકે છે.આ ટ્રેકર
ઝેરી સાપ,મગર અથવા
પાણીની નીચે કોઈ પણ ખતરનાક જીવો ધરાવતા પડકારરુપ ઓપરેશન પાર પાડી શકે છે.દોઢ કલાક
બેટરી ચાર્જ કર્યા પછી તે ૬થી ૮ કલાક સુધી પાણીની નીચે કામ કરી શકે છે.
ડીપ ટ્રેકરના સફળ થયેલા ઓપરેશન કયા-કયા?
૧.આર્મી હેલિકોપ્ટર ક્રેશ(રણજિત સાગર ડેમ,જે એન્ડ કે.)
૨.સાર મિશન,
એન.ડી.આર.એફ,આર્મી,નેવી,સંયુકત મિશન
૩.૧૫ ઓગસ્ટ-૨૧ના રોજ રાત્રે ૨૬૦ ફુટ ઉંડાઈએ શહીદ લેફટન્ટ કર્નલના
અવશેષ શોધી કઢાયા હતા.