Gujarati-Marathi Conflict in Maharashtra: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ MNS (Maharashtra Navnirman Sena) ચીફ રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું. અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી છે. હવે મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ થયો છે. આરોપ છે કે, ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહી દીધો હતો. મળતી માહિતી મુજબ નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.