ગુડ ફ્રાઇડેની રજામાં હોદ્દેદારોની ગેરહાજરીમાં હલ્લા-ગુલ્લા : કારોબારી અધ્યક્ષની ખુરશી પર ‘પતિદેવ’ બિરાજમાન જોવા મળ્યા : વાહનોનો પણ દુરૂપયોગ થઇ રહ્યાનો આક્ષેપ
ભાયાવદર, : ભાયાવદર નગરપાલિકા કચેરીમાં આજે ગુડ ફ્રાઇડેની રજામાં હોદેદારોની ગેરહાજરીમાં ભાજપના આગેવાનોએ ચેમ્બરોમાં કબજો જમાવ્યાની તસવીરો વાયરલ થતાં ઉહાપોહ મચી ગયો છે.
ભાયાવદર નગરપાલિકામાં ગુડ ફ્રાઈડેનો દિવસ હોવાથી જાહેર રજા હોય છે ત્યારે આ રજાના દિવસે નિયમ પ્રમાણે પાલિકા પ્રમુખ ની ગેર હાજરી હોય અને નિયમ મુજબ તે શક્ય પણ છે પણ તેની ચેમ્બરમાં કોઈ જઈ પણ ના શકે ત્યારે આ ચેમ્બરમાં ત્રણ હોદેદારો જેમાં પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ખુરશી અલગ રાખવામાં આવતી હોય છે ત્યારે આ એક ખુરશી માં કોઈ પણ જાતનો હોદો ના હોવા છતાં કારોબારી અધ્યક્ષના પતિદેવ કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમણે તેનો ચહેરો છુપાવાની કોશિશ કરી હતી પણ તેમાં નિષ્ફળ ગયા હતા. આ રેઢી પાલિકાની ચેમ્બરમાં શહેર ભાજપ પ્રમુખ અને કાર્યકરો પણ જોવા મળ્યા હતા.
આ વિષે વિરોધ પક્ષના નેતાએ એવું જણાવ્યું કે આ ખાલી કહેવાની નગરપાલિકા છે. કારણકે દોઢ મહિનાથી ભાજપની બોડી સતામાં આવી ત્યારથી આ પાલિકા ભાજપનું કાર્યાલય હોય તેવું લાગી રહ્યું છે અને રોજ કોઈ પણ હોદા વગર ભાજપ શહેર પ્રમુખ, કાર્યકરો અને ભાજપના અમુક આગેવાનો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં અખાડો કરીને ધામો નાખે છે.પાલિકાના વાહનોનો પણ દુરૂપયોગ કરે છે.આથી આની તમામ બાબતની લેખિત ફરિયાદ આર.સી.એમ કમિશનર રાજકોટ ખાતે કરવામાં આવશે..