Retired Karnataka DGP Om Prakash Found Dead in Bengaluru : કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની રવિવારે હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમના પત્ની પર જ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પદો પર રહેલા રિટાયર્ડ અધિકારીની હત્યાથી કર્ણાટકના પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
નિવૃત્તિ બાદ 68 વર્ષના ઓમ પ્રકાશ બેંગલુરુમાં જ સ્થાયી થયા હતા. ઘણા સમયથી તેમના પત્ની સાથે તેમને વિવાદ ચાલી રહ્યો હતો.