America Vice President JD Vance in Jaipur : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ હાલ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેઓ આજે જયપુર પહોંચ્યા છે. અહીં તેમણે પીએમ મોદીના ભારોભાર વખાણ કરી વૈશ્વિક લોકશાહીના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા છે. આ દરમિયાન અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખે ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર પર ચર્ચા કરવાની સાથે ચીન પર પણ આડકતરું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘આપણા મજબૂત સંબંધોથી વિદેશી આક્રમણકારીઓને અટકાવવામાં મદદ થશે.’