નવી દિલ્હી,૧ મે,૨૦૨૫,ગુરુવાર
પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી કાશ્મીર વેલીમાં કેસરની કિંમતમાં ધરખમ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કિલો કેસરનો ભાવ પ લાખને પાર કરી ગયો છે. પહેલગામમાં આતંકવાદી હુમલો થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આવનારા દિવસોમાં કેસર વધારે મોંઘુ થઇ શકે છે. કેસરની કિંમત વધવાનું સૌથી મોટું કારણ અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ તે જવાબદાર છે.