Sanjay Raut On Caste-Based Census : શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયનો શ્રેય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપ્યો છે. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, પહલગામ આતંકવાદી હુમલા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના કેન્દ્રના નિર્ણયનો સમય શંકાસ્પદ હતો, કારણ કે તે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી જ આવ્યો હતો.
‘પહલગામ હુમલાથી લોકોનું ધ્યાન ફટકાવવા માટે સરકારે નિર્ણય લીધો’
રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે, સરકારનો આ પ્રકારનો નિર્ણય લોકોનું ધ્યાન ફટકાવવા માટે છે.