Rajasthan Cyber Fraud : રાજસ્થાનના ભરતપુર પોલીસે દેશના મોટા મોટા શહેરોમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી છે. નકલી ગેમિંગ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની બનાવી લગભગ 400 કરોડની સાયબર છેતરપિંડી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી એમબીએ કાકા અને કાકી તેમજ એન્જિનિયર ભત્રીજાની ધરપકડ કરી છે.
મોટા શહેરોમાં રોકાણના નામે અનેક લોકોને છેતર્યા
મળતી માહિતી મુજબ આરોપીઓ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા દેશના મોટા શહેરોમાં નકલી ગેમિંગ અને રોકાણ કંપનીઓ ખોલીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓ લોકોને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા.