શહેરના આજવા રોડ ખાતે રહેતા અને એસ્ટેટ બ્રોકર તથા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ ઘનશ્યામ ફુલબાજેએ વર્ષ 2022 દરમિયાન જય નારાયણ ટ્રેડર્સના સંચાલક આરોપી હાર્દિક પ્રજાપતિ (રહે -કુંભારવાડા, ફતેપુરા)ને ધંધાર્થે નાણાની જરૂરિયાત ઉદ્ભવતા આઠ મહિનામાં પરત આપવાના વાયદે રૂ.4.80 લાખ ઉછીના આપ્યા હતા. જે રકમ પરત અંગેનો ચેક રિટર્ન થતા એનઆઈ એક્ટ મુજબ નોંધાયેલ કેસની સુનાવણી 14માં જ્યુડિ. મેજિ. પી.એન. જાડેજાની કોર્ટમાં હાથ ધરાઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી દ્વારા ચેક કાયદેસરના દેવા પેટે આપેલ હોવા સામે કોઈ બચાવ કરવામાં આવેલ નથી. નિર્ધારીત સમયમાં રકમ ન ચૂકવી પોતાનો બચાવ રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.
કોર્ટે આરોપીને બે વર્ષની કેદ સાથે ફરિયાદીને વળતર પેટે રૂ.4.80 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. બીજા કિસ્સામાં નાગરવાડા વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ મુસ્તાકહુસેન લાખાજીવાલાએ પોતાનો આઇસર ટેમ્પો વાહનોનુ ખરીદ વેચાણ કરતા ભાવેશ રાજપુત (રહે- પરદેશી ફળિયા, બરાનપુરા ) ને રૂ.7.63 લાખમાં વેચાણ કર્યો હતો. જે પેટે બાકી લેણી રકમ 58 હજારના ચેક રિટર્ન મામલે ચીફ જ્યુ. મેજિ. એ. એસ.શેખની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કાયદા પાછળનું હેતુ અને આરોપીની વર્તુક લક્ષમાં રાખતા આરોપી પ્રત્યે દયા રાખવી ન જોઈએ અને સમાજમાં જ દાખલો બેસે લોકોનો બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે ચોક્કસપણે આરોપીને સજા કરવી જોઈએ તેમ અદાલતે નોંધી આરોપીને એક વર્ષની કેદ સાથે ફરિયાદીને વળતર પેટે રૂ.58 હજાર ચૂકવવા હુકમ કર્યો છે. વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બે દિવસ પાણીનો કકળાટ રહેશે.