Salman Rushdie News: લેખક સલમાન રૂશ્દી પર છરીથી હુમલામાં દોષિત શખ્સને શુક્રવારે 25 વર્ષની જેલની સજા સંભળાવાઈ. ન્યૂયોર્કમાં 2022માં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચડીને હુમલો કરાયો હતો. હુમલામાં લેખકની એક આંખની રોશની ચાલી ગઈ હતી.
જૂરીએ 27 વર્ષીય હાદી માતરને ફેબ્રુઆરીમાં હત્યાના પ્રયાસ અને હુમલાના દોષિત ગણાવ્યા હતા. કેસ દરમિયાન 77 વર્ષીય લેખક મુખ્ય સાક્ષી હતા.