GRAP-1 Implemented In Delhi-NCR : દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા આજે શુક્રવારે (16 મે, 2025) ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (CAQM) આ નિર્ણય લીધો છે. હાલમાં GRAP-1 દિલ્હી અને NCRના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.