Kailash Mansarovar Yatra 2025 : જૂન મહિનામાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ સિક્કિમથી ફરી યાત્રા શરૂ થવાની છે. આ માટે રાજ્ય સરકારે પૂરજોશમાં તૈયારી શરુ કરી દીધી છે. આ પવિત્ર યાત્રા નાથુ લા પાસથી શરૂ થશે, જે સિક્કિમને ચીનમાં તિબેટ સાથે જોડે છે. 2017માં ડોકલામ વિવાદ અને કોવિડ રોગચાળાને કારણે યાત્રા મુલતવી રખાઈ હતી. જોકે માનસરોવર યાત્રા અંગે ભારત-ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ સિક્કિમ સ્થિત સરહદ પર માર્ગની કામગીરી અંતિમ તબક્કામાં છે.