મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. સોેનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોેત્સાહક હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોની ખરીદી વધી હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગગ્રામના ૯૯૫ના રૂ.૯૩૪૦૯ વાળા શરૂઆતમાં રૂ.૯૨૬૮૫ થઈ છેલ્લે ભાવ રૂ.૯૩૪૩૧ રહ્યા હતા.જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૭૭૫ લવાળા રૂ.૯૩૦૫૮ થઈ છેલ્લે રૂ.૯૩૮૦૭ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૯૪૭૫૫ વાળા રૂ.૯૫૮૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૩૭થી ૩૨૩૮ વાળા નીચામાં ૩૨૦૪ થયા પછી ઉંચામાં ભાવ ૩૨૫૦ થઈ ૩૨૪૬થી ૩૨૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૨.૩૬થી ૩૨.૩૭ વાળા ૩૨.૬૫ થઈ ૩૨.૬૩થી ૩૨.૬૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ખાસ્સા ઉછળ્યા હતા. પ્લેટીનમના ભાવ ઓંશના ૯૯૦થી ૯૯૧ વ ાળા ઉંચામાં ૧૦૨૪થી ૧૦૨૫ ડોલર સુધી બોલાયા હતા. પેલેડીયમના ભાવ ૯૬૦થી ૯૬૧ વાળા વધી ૯૯૮ થઈ ૯૯૬થી ૯૯૭ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ ૦.૮૩ટકા નરમ રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૬૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૭૦૦ તથા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૬૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચાીમાં ૬૫ તથા ઉંચામાં ૬૬ ડોલર થઈ ૬૫.૨૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૨.૨૪ તથા ઉંચામાં ૬૩.૧૭ થઈ ૬૨.૫૦ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પરબજારની નજર રહી હતી.