મુંબઈ: વિશ્વમાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધતાં એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં તેજી સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં ફંડોએ આજે કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોની આગેવાનીએ તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા વર્ષ ૨૦૨૬ માટેનો જીડીપી વૃદ્વિનો અંદાજ ઘટાડીને ૬.૫ ટકા મૂક્યા છતાં ટેરિફ અને અન્ય વૈશ્વિક અનિશ્ચિતતાઓની ભારત પર આર્થિક અસર ઓછી થવાના અંદાજોએ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ફરી મજબૂત ખરીદીના જોરે આજે ભારતીય બજારોમાં ફરી મજબૂતી જોવાઈ હતી. દેશમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચરના ઝડપી વિકાસ અને બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી આગળ વધી રહી હોવા સાથે ડિફેન્સ ક્ષેત્રે મોટી બિઝનેસ તકોને લઈ આજે ફંડોની આક્રમક ખરીદી રહી હતી. સેન્સેક્સ ૪૧૦.૧૯ પોઈન્ટ વધીને ૮૧૫૯૬.૬૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૯.૫૫ પોઈન્ટ વધીને ૨૪૮૧૩.૪૫ બંધ રહ્યા હતા.
ડિફેન્સ શેરોમાં તેજી : ભારત ઈલેક્ટ્રોનિક્સ, સિમેન્સ, ભારત ડાયનામિક્સ, હિન્દ. એરોનોટિક્સ ઉછળ્યા
ડિફેન્સ, રેલવે શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૯.૨૫ ઉછળી રૂ.૩૮૨.૯૫, સિમેન્સ રૂ.૧૫૯.૮૫ વધીને રૂ.૩૨૯૦.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૭૨૭.૧૫ વધીને રૂ.૧૬,૬૦૦.૨૫, ભારત ડાયનામિક્સ રૂ.૭૯.૬૫ વધીને રૂ.૧૮૭૮.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૦.૫૫ વધીને રૂ.૫૦૦૦.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૧.૭૫ વધીને રૂ.૫૮૮૬.૯૫, જીએમઆર એરપોર્ટ રૂ.૧.૭૭ વધીને રૂ.૮૭.૫૮, એનબીસીસી રૂ.૨.૨૮ વધીને રૂ.૧૧૩.૧૨, હોનટ રૂ.૭૩૫.૯૫ વધીને રૂ.૩૭,૭૬૫.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૨૨.૨૦ વધીને રૂ.૧૭,૬૩૭.૪૦, ટીટાગ્રહ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૯૦૪.૮૦, શેફલર રૂ.૬૭.૯૫ વધીને રૂ.૪૦૯૫.૩૫, થર્મેક્સ રૂ.૪૬.૧૫ વધીને રૂ.૩૫૪૭.૯૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં સતત આકર્ષણ : ઉનો મિન્ડા, મધરસન, એમઆરએફ, બજાજ ઓટો, ટાટા મોટર્સ વધ્યા
ઓટોમોબાઈલ ક્ષેત્રે ફરી નવી ટેકનોલોજી સાથે વ્હીકલ્સના ડેવલપમેન્ટમાં ભારત મોટી ભૂમિકા ભજવવા લાગ્યું હોઈ ફંડોની ઓટો શેરોમાં આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. ઉનો મિન્ડા રૂ.૧૮.૩૦ વધીને રૂ.૧૦૦૦.૨૫, મધરસન રૂ.૨.૨૫ વધીને રૂ.૧૪૮.૨૦, એમઆરએફ રૂ.૨૧૦૧.૯૫ વધીને રૂ.૧,૪૨,૩૪૩.૫૫, બજાજ ઓટો રૂ.૧૨૬.૯૦ વધીને રૂ.૮૬૯૧.૭૦, ટાટા મોટર્સ રૂ.૮ વધીને રૂ.૭૨૬.૭૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૯૯૨.૭૫, અશોક લેલેન્ડ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૯૯૨.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૭૫ વધીને રૂ.૩૦૮૭.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૭૫ વધીને રૂ.૨૬૬૫.૮૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડોની તેજી : ગ્લેક્સો ફાર્મા રૂ.૧૯૭ ઉછળી રૂ.૨૯૮૪ : સિક્વેન્ટ, ગ્લેન્ડ, મોરપેનમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સતત પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. ગ્લેક્સો ફાર્મા રૂ.૧૯૭.૧૫ વધીને રૂ.૨૯૮૪.૪૫, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૧૦.૦૫ વધીને રૂ.૧૭૯.૨૫, કેપલિન પોઈન્ટ રૂ.૧૨૨.૪૦ વધીને રૂ.૨૨૫૦.૯૫, ગ્લેન્ડ રૂ.૭૬.૫૦ વધીને રૂ.૧૫૭૨.૫૫, મોરપેન લેબ રૂ.૩.૧૨ વધીને રૂ.૬૫.૯૨, સન ફાર્મા એડવાન્સ રૂ.૬.૩૦ વધીને રૂ.૧૬૫.૯૫, કિમ્સ રૂ.૨૪.૧૫ વધીને રૂ.૬૬૨.૯૫, આરતી ફાર્મા રૂ.૩૧.૮૦ વધીને રૂ.૮૭૪.૩૦, થાયરોકેર રૂ.૨૯.૫૦ વધીને રૂ.૯૭૮.૯૫, કોપરાન રૂ.૫.૭૦ વધીને રૂ.૧૯૧.૭૫, નોવાર્ટિસ રૂ.૨૨.૭૫ વધીને રૂ.૯૨૧.૧૫, એફડીસી રૂ.૧૧.૦૫ વધીને રૂ.૪૬૭.૫૦ રહ્યા હતા.
ફાઈનાન્સ શેરોમાં મજબૂતી : મોતીલાલ ઓસ્વાલ, ગોડિજિટ, રેલીગેર, એડલવેઈઝ, પોલીસીબઝારમાં તેજી
ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. ગોડિજિટ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૩૨૯.૩૦, માસફિન રૂ.૧૭.૭૫ વધીને રૂ.૨૮૯.૩૦, ડેમ કેપિટલ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૨૩૯.૪૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૭.૯૫ વધીને રૂ.૮૦૦.૧૦, રેલીગેર રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૨૯.૮૫, પોલીસી બઝાર રૂ.૭૭.૧૦ વધીને રૂ.૧૭૨૬.૧૫, એડલવેઈઝ રૂ.૪.૩૭ વધીને રૂ.૯૮.૦૬, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૫.૧૦ વધીને રૂ.૧૨૧.૭૫, આઈડીબીઆઈ બેંક રૂ.૩.૩૮ વધીને રૂ.૯૪.૩૫ રહ્યા હતા.
ડીએલએફ રૂ.૨૨ વધીને રૂ.૭૭૫ : ફિનિક્સ, લોઢા ડેવલપર્સ, ઓબેરોય રિયાલ્ટી, અનંતરાજ વધ્યા
રિયાલ્ટી ક્ષેત્રે ફંડોએ કંપનીઓના સારા પરિણામ આકર્ષણે સતત પસંદગીની ખરીદી કરી હતી. ડીએલએફ રૂ.૨૧.૭૫ વધીને રૂ.૭૭૫.૩૫, ફિનિક્સ રૂ.૪૦.૭૫ વધીને રૂ.૧૬૧૯, લોઢા ડેવલપર્સ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૪૦૭.૩૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૦.૪૦ વધીને રૂ.૧૭૩૦.૨૦, અનંતરાજ રૂ.૭.૩૦ વધીને રૂ.૫૧૫.૪૦, પ્રેસ્ટિજ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૧૪૩૪.૦૫, શોભા ડેવલપર્સ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૩૫૮.૨૫ રહ્યા હતા.
ટાટા ટેલી સર્વિસિઝ ૧૯ ટકા ઉછળ્યો : જેકે ટાયર, થોમસકૂક, જીએમએમ ફોડલર, એલટી ફૂડ્સમાં તેજી
એ ગુ્રપના પસંદગીના વધનાર શેરોમાં ટાટા ટેલી સર્વિસિઝ મહારાષ્ટ્રમાં એજીઆરનું દેવું રૂ.૧૯,૦૦૦ કરોડ પાર થતાં ટાટા સન્સ મૂડી લાવે એવા અહેવાલ વચ્ચે શેર રૂ.૧૦.૮૪ એટલે કે ૧૮.૬૨ ટકા ઉછળીને રૂ.૬૯.૦૫, જેકે ટાયર રૂ.૪૬.૧૫ વધીને રૂ.૩૯૪.૧૦, થોમસકૂક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૧૬૬.૯૦, ગ્રેબિયલ રૂ.૩૭.૫૫ વધીને રૂ.૬૫૭.૯૫, એલટી ફૂડ્સ રૂ.૨૦.૯૦ વધીને રૂ.૩૯૮.૨૫, જીએમએમ ફોડલર રૂ.૬૫.૩૫ વધીને રૂ.૧૨૬૫.૮૫, એન્ડુરન્સ રૂ.૧૧૮.૬૦ વધીને રૂ.૨૩૩૪ રહ્યા હતા.
જેનેસિસ ઈન્ટર., ડાટામેટિક્સ, ડિ-લિન્ક ઈન્ડિયા, નેલ્કો, રેટગેઈન, ઈન્ટેલેક્ટ, ઈન્ફોબિનમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૪.૯૫ વધીને રૂ.૭૩૧.૩૫, ડાટામેટિક્સ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૬૧૬.૭૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૦.૯૦ વધીને રૂ.૫૦૩.૨૦, રેટગેઈન રૂ.૯.૯૦ વધીને રૂ.૫૦૫.૦૫, નેલ્કો રૂ.૧૭.૪૫ વધીને રૂ.૯૦૯.૨૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૨૦.૩૦ વધીને રૂ.૧૦૯૦.૪૦, ઈન્ફોબિન રૂ.૭.૧૦ વધીને રૂ.૩૮૩.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૨૩.૦૫ વધીને રૂ.૧૫૯૮.૧૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીના આકર્ષણે ફરી માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૨૪૨ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી તેજી થવા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૪૧થી વધીને ૨૨૪૨ અને ઘટનારની સંખ્યા ૨૬૪૨થી ઘટીને ૧૭૩૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૧૫ લાખ કરોડ વધીને રૂ.૪૩૧.૧૮ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી ઈન્ડેક્સ ફરી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પણ વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૧૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૧.૧૮ લાખ કરોડ રહ્યું હતું.