India-Pakistan : પાકિસ્તાનની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. વાસ્તવમાં બુધવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2142 (21 મે) કરા અને ભારે તોફાનમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ફ્લાઈટના પાયલોટે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી, જોકે તેણે મંજૂરી ન આપી 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.
પાકિસ્તાને 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા
પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપતા ફ્લાઈટમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા.