India-Germany Relations : જર્મનીના ચાન્સેલરે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ.જયશંકર (External Affairs Minister S. Jaishankar) સાથે મુલાકાત કર્યા બાદ ચાન્સેલરે કહ્યું કે, ‘ભારતે પોતાનો બચાવ કરવા માટે આતંકવાદીઓ પર હુમલો કરવાનો હક છે. ભારતે પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. અમે સ્પષ્ટ કહીએ છીએ કે, બંને દેશોએ પોતાના વિવાદોને માત્ર ભેગા મળીને જ ઉકેલવો પડશે.