Former Governor Satyapal Malik Case : CBIએ તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરી જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ કિરુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર અંગે દાખલ થઈ છે. આ કૌભાંડની તપાસ લાંબા સમયથી ચાલી રહી હતી અને હવે CBIએ તેના રિપોર્ટમાં મલિકનું નામ ઉમેરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
હું છેલ્લા લગભગ બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ : મલિક
આ સમગ્ર વિવાદ વચ્ચે મલિક હાલમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ છે.