– વાવેતરના સમયમાં જ સામાન્ય કરતા વધુ વરસાદની આગાહીથી ખેડૂતો ખુશખુશાલ
– રાજસ્થાનમાં આગ ઝરતી ગરમીનો કેર, તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધે તેવી આશંકા વચ્ચે અનેક શહેરોમાં વરસાદ-વાવાઝોડાંની આગાહી
– જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદ, રાજૌરીમાં વીજળી પડતાં 100 ઘેટાં-બકરાંનાં મોત
નવી દિલ્હી : કેરળથી લઈને મુંબઈમાં ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે. આ સાથે મે મહિનામાં બેંગ્લુરુ, મુંબઈ, દિલ્હીમાં સૌથી વધુ વરસાદના અનેક વર્ષોના વિક્રમો તૂટયા છે ત્યારે હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે જૂન મહિનામાં ઉત્તર ભારતમાં લોકોને હીટવેવથી રાહત મળશે અને સરેરાશ કરતાં વધુ વરસાદ વરસશે. આ સાથે હવામાન વિભાગે એકદમ સચોટ ભવિષ્યવાણી માટે ભારતની સ્વદેશી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરી દીધી છે.