મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઘટી ઔંશના ૩૩૦૦ ડોલરની અંદર જતા રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૬૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૮૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૭૦૦ બોલાતા થયા હતા. અણદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૯૬૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૩૩થી ૩૩૩૪ વાળા નીચામાં ગબડી ૩૨૮૭ થઈ ૩૨૯૪થી ૩૨૯૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તતા અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડવોરની શક્યતા દૂર થતાં વિશ્વ બજારમાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ ઓસરી હતી તથા ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૩.૩૮તી ૩૩.૩૯ વાળા ઘટી ૩૨.૮૫ થઈ ૩૨.૮૯થી ૩૨.૯૦ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે નેગેટીવ જણાઈ હતી. ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જૂન પચી હવે જુલાઈમાં પણ ઉત્પાદન વધારશે અને આ દિશામાં ટૂંકમાં નિર્ણય કરાશે એવા સંકેતો વહેતા થતાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
ક્રૂડતેલનું ઉત્પાદન જુલાઈમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સ વધારાશે એવવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૭૭ વાળા નીચામાં ૬૪.૨૫ થઈ ૬૪.૩૩ ડોલ ર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧ થઈ ૬૧.૧૦થી ૬૧.૧૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૧૩ ટકા ઘટયા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઘટી નીચામાં ઔંશના ૧૦૭૨ થઈ ૧૦૭૯થી ૧૦૮૦ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઘટી ૯૭૫ થઈ ૯૭૬થી ૯૭૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૫૪૨૯ વાળા રૂ.૯૪૭૭૧ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૮૧૩ વાળા રૂ.૯૫૧૫૨ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૩૯૭ વાળા રૂ.૯૬૫૨૫ રહ્યા હતા.