mock drill: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.
31 મે 2025ના રોજ યોજાશે ‘ઓપરેશન શિલ્ડ’
મોક ડ્રીલભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ 31 મે 2025ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.