Rahul Gandhi Sangathan Srujan Abhiyan: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા અને 20 વર્ષથી નિસ્તેજ બનેલા કોંગ્રેસ સંગઠનને મિશન 2028 માટે તૈયાર કરવાનો છે. રાહુલ ગાંધી પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે નેતાઓને જૂથવાદ દૂર કરવા, એકજૂટ બની કામ કરવા અને સંગઠનાત્મક ઢાંચાને સશક્ત બનાવવા સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને નિર્દેશ આપતાં કહ્યું કે, જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો.