Sharmishtha Panoli Case: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની જામીન અરજી પર કોલકાતા હાઈકોર્ટમાં મંગળવારે (3 જૂન) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શર્મિષ્ઠાની એક વિવાદિત વીડિયોને લઈને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તે અમુક બોલિવૂડ સ્ટાર્સની ટીકા કરી રહી હતી. આ વીડિયોમાં તેણે ઓપરેશન સિંદૂર પર સ્ટાર્સની ચુપ્પી પર પ્રશ્ન કર્યા હતાં. જોકે, બાદમાં તેણએ આ વીડિયો ડિલિટ કરી દીધો હતો. હવે આ મામલે 5 જૂને સુનાવણી થશે, જેમાં રાજ્ય સરકાર એક સોગંદનામું દાખલ કરશે અને પોલીસ કેસ ડાયરીને કોર્ટ સામે રજૂ કરશે.