Allahabad High Court On Rahul Gandhi : વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભારતીય સેના વિશે આપેલા નિવેદનને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે (4 જૂન) ફટકાર લગાવી હતી. ગુસ્સે ભરાયેલી કોર્ટે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 19(1)(a)માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. પરંતુ આ સ્વતંત્રતા વાજબી પ્રતિબંધોને આધીન છે અને તેમાં ભારતીય સેના વિશે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થતો નથી.
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.