Chinnaswamy Stadium Tragedy: બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બનેલી દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી છે. તેમણે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આપવામાં આવેલા વળતરની રકમને વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.
આ અગાઉ રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ આ રકમ વધારવાનો નિર્ણય લીધો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્ત પરિવારોને જલ્દીથી જલ્દી આ વળતર આપવામાં આવે જેનાથી તેમને આર્થિક રાહત મળી શકે.