Jyoti Malhotra Case: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિરૂદ્ધ જાસૂસી મામલે નવી માહિતી સામે આવી છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, તે પાકિસ્તાન પોલીસના પૂર્વ સબ-ઇન્સ્પેક્ટર નાસિર ઢિલ્લોના સીધા સંપર્કમાં હતી. જે હવે ભારત વિરૂદ્ધ કથિત ગુપ્ત અભિયાનો માટે તપાસ હેઠળ છે.
એક એપિસોડમાં ઢિલ્લોં સાથે જોવા મળી હતી જ્યોતિ
ગુપ્ત સૂત્રોના અનુસાર, જ્યોતિ મલ્હોત્રા ઢિલ્લોંની સાથે સીધા સંપર્કમાં હતી અને ત્યાં સુધી કે એક પોડકાસ્ટ એપિસોડમાં તેમની સાથે પણ જોવા મળી હતી.