Covid 19 in India: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની ચાલી રહેલી લહેર હાલના દિવસોમાં દુનિયા માટે ચિંતાનું કારણ બની છે. હોંગકોંગ અને સિંગાપુરથી શરૂ થયેલું સંક્રમણ મામલે ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. દરરોજ કોરોનાથી મોતના કેસ પણ નોંધાઈ રહ્યા છે.