– મલયેશિયાના વડાપ્રધાને પહેલગામ હુમલાની ટીકા કરી
– પુતિન, શી જિનપિંગ, ઈરાનના પ્રમુખ પેઝશ્કીયન, ઈજીપ્તના પ્રમુખ અબ્દુલ ફતર અલ સીસી આ વખતે પરિષદમાં ઉપસ્થિત રહ્યા નથી
રાયો દ જાનીરો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલનાં રાયો-દ-જાનીરોમાં મળી રહેલી બે દિવસની ૧૭મી બ્રિકસ શિખર મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિખર પરિષદમાં ભારત, બ્રાઝિલ, ચીન, રશિયા, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈજીપ્ત, યુએઈ, સઉદી અરબસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈથોપિયા તેમ ૧૧ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. શી-જિનપિંગ, પુતિન, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન, અને ઈજીપ્તના પ્રમુખ અબ્દુલ-ફતર-અલૂ-સીસી પરિષદમાં ઉપસ્થિત રહ્યા ન હતા.