– ખાડ વિસ્તારમાં 40થી વધુ પોલીસ કાફલા સાથે સર્ચ
– જમીનમાંથી મળેલા દેશી દારૂના વૉશ સહિતના મુદ્દામાલનો નાશ
નડિયાદ: નડિયાદ શહેરના ખાડ વિસ્તારમાં ટાઉન પોલીસે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. પોલીસ કાફલા સાથે ત્રાટકેલી ટીમે ૧૧ અસામાજિક તત્વોના ઘરોમાં સર્ચ કર્યું હતું. જેમાં એક બુટલેગરના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કાપી દેવાયું છે. બુટલેગરના ઘરમાંથી બિયર- દારૂની બોટલો મળી હતી.