ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
કુંટુંબી મામા કબુતર બતાવવાની અને ચીકુ ખવડાવવાની લાલચ આપી ભાણેજને પોતાના ઘરે લઈ ગયો હતો
ભાવનગર: ગારિયાધાર તાલુકાના મોરબા ગામે કુટુંબી મામાએ કબુતર બતાવવાનું અને ચીકું ખવડાવવાની લાલચ આપી ભાણેજને પોતાના ઘરે લઈ જઈ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ બાળકની માતાએ ગારિયાધારો પોલીસ મથકમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગારિયાધાર તાલુકાના મોરબા ગામે રહેતા લતાબેન સુરેશભાઈ બોરીચાએ ગારિયાધાર પોલીસ મથકમાં ઉદય લાભુબેન માવજીભાઈ કંટારિયા (રહે. મોરબા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ૬ વર્ષનો દિકરો ઘરે રમતો હતો તે વખતે તેમના ઘરની નજીકમાં રહેતા ઉક્ત તેમના ફઈનો દિકરો ઉદય તેમના દિકરાને કબુતર બતાવવાની અને ચીકુ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ તેના દિકરાને મારી નાખવાના ઈરાદે તેમના દિકરાના ગળામાં પહેરેલ સ્કૂલ આઈકાર્ડની દોરી વડે ગળામાં ટુપો દઈ અને મોઢામાં ડુચો દઈ તેના ઘરના કબાટમાં પુરી દીધો હતો અને થોડીવાર પછી તેમના દિકરાને આંખમાં અંધારા આવતા તેને કબાટમાંથી બહાર કાઢી હાથમાં આઈ કાર્ડ બાંધી ત્યાંથી નાસી છૂટયો હતો. આ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.