Air India Plane Mumbai : કોચ્ચિથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડિંગ દરમિયાન રન-વે પરથી લપસી ગયાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી અને વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા. જેના લીધે વિમાન લપસીને રન-વેથી ઉતરી ગયું હતું.
@airindia‘s a320 registered as VT-TYA operating as AI 2744 veered onto unpaved area resulting in atleast 4 diversions.
Majority aircraft diverted to AMD.
Images – Received via WA pic.twitter.com/xbQL902nUP
— Hirav (@hiravaero) July 21, 2025
પ્રાથમિક તપાસમાં શું માહિતી સામે આવી?
પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળે જોતા જાણકારી મળી કે રન-વે પર લપસી જવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રો કહે છે કે લેન્ડિંગ દરમિયાન ત્રણ ટાયર ફાટી જતાં એરક્રાફ્ટના એન્જિનને પણ નુકસાન થયું છે. જોકે સદભાગ્યે લેન્ડિંગ સફળ રહી અને તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.