આગામી ૨૪મી જુલાઇએ મળનારી
ધમાસણા સીડફાર્મની જમીન સરકારને સોંપી દેવા સહિતના મુદ્દે વિપક્ષ દ્વારા પસ્તાળ પાડવામાં આવે તેવી પુરી શક્યતા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગામી તારીખ ૨૪મીએ સામાન્ય સભા
બોલાવવામાં આવી છે. અત્યારથી આ બેઠક તોફાની બનવાના એંધાણ સાંપડી રહ્યાં છે.
અધિકારી પાંખના પદ્દાધિકારીઓ અને સભ્યો સાથેના વલણનો મુદ્દો ગાજવાની સાથે વિપક્ષ
દ્વારા ધમાસણા સીડફાર્મની જમીન સરકારને સોંપી દેવા સહિતના મુદ્દે પસ્તાળ પાડવામાં
આવે તેવી પુરી શક્યતા જોવાઇ રહી છે. તલાટીઓની બદલીનો મુદ્દો પણ ફરી ચર્ચાઇ શકે છે.
ગુજારત રાજ્ય બીજ નિગમ દ્વારા ગત એક વર્ષ પહેલા તથા બાદમાં
સરકારના કૃષિ વિભાગ દ્વારા પાઠવાયેલા પત્રોના અનુસંધાને તથા ખેતી નિયામકના પત્રના
આધારે ધમાસણા સીડ ફાર્મની કુલ ૧૯.૫૬ હેક્ટર પૈકીની ૬ હેક્ટર જમીન બીજ નિગમને
ગોડાઉનના હેતુથી ફાળવવામાં આવી હતી. હવે બાકી રહેલી ૧૩.૫૬ હેક્ટર જમીન પણ નિગમને
રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા લેબોરેટરી સ્થાપના માટે ફાળવવા જિલ્લા ખેતીવાડી
અધિકારીના સ્પષ્ટ અભિપ્રાય સાથે ફાળવવા આગામી સામાન્ય સભામાં નિર્ણય લેવાનો હોય આ
મુદ્દે વિપક્ષ દ્વારા સભા ગજાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ૧૩ મુદ્દાના
એજન્ડામાં પ્રશ્નોતરી, નાણાપંચાના
કામોના હેતુફેર, ગાંધીનગર, કલોલ અને
માણસામાં જળ સંપતિના કામોને મંજુરી,
દહેગા તાલુકાના લાખાના મુવાડા,
પનાના મુવાડા અને જીવરાજના મુવાડાને લીહોડામાંથી રેવન્યુ વિલેજનો અલગ દરજ્જો
આપવા, નબળી
તાલુકા પંચાયત કચેરીને ૧૦ લાખની સહિય આપવા,
સટેમ્પ ડયુટીના કામોને મંજુર કરવા સહિતના મુદ્દા ચર્ચામાં લેવાશે.
કાગળનો ઉપયોગ ઘટાડવા ઉપર ભાર મુકવામાં આવશે
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગત માર્ચ મહિનામાં કાગળનો
વપરાશ ઘટાડવાના પ્રયાસો કરવા સુચના આપી જિલ્લા પંચાયતમાં સરેરાશ દર ત્રણ મહિને
કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભા યોજાય છે. તેની કાર્યસુચિ અને કાર્યવાહી
નોંધ તૈયાર કરવામાં ૧૦ રીમ કાગળ વપરાતો હોવાથી વાર્ષિક ૪૦ રીમ કાગળનો વપરાશ થતો
હોય આ તમામની માત્ર સોફ્ટ કોપી તૈયાર કરવામાં આવે તો મોટા જથ્થામાં કાગળનો બચાવ થઇ
શકે તેમ હોવાથી આ બાબતને અમલી કરવા મુદ્દે ચર્ચા કરાશે.