મનપા કમિશનરને સિવિલ એન્જિનિયર એસો.ની રજૂઆત
ડી-૨ કેટેગરીમાં બિનખેતીની જમીનમાં ૪૦ ટકા કપાતથી શહેરનો વિકાસ રૃંધાવાની શક્યતા
બની ખેતીમાં ૨૦ કપાત અને ગામતળામાં એફએસઆઇ વધારવા માંગ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે સીવીલ એન્જીનીયર એન્ડ આર્કિટેક એસોશીએસન દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. જેમાં જુન-૨૦૨૫માં મહાનગરપાલિકાની કેટેગરીમાં ફેરફાર કરી ડી-૪માંથી ડી-૨ કેટેગરીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આ હુકમ પહેલા જે પ્રકરણ રજૂ કરવામાં આવ્યા હોય અને મનપા દ્વારા પુર્તતા કરી હોય તેવા પ્રકરણોને અગાઉના નિયમ મુજબની ફી લઈને મંજૂર કરવા, જે પ્રકરણમાં નોંધ પર મંજૂરી મળી હોય અને ફી ભરવાના પત્ર પાઠવવાના બાકી હોય તેવા પ્રકરણોને અગાઉના નિયમ મુજબની ફી લઈને મંજૂર કરવા, પરવાનગી પત્ર પાઠવવાના બાકી હોય તેવા પ્રકરણોમાં પણ અગાઉના નીયમ મુજબની ફી લઈને મંજૂર કરવા, વર્ષ ૨૦૨૨થી અનઅધિકૃત બાંધકામો નિયમીત કરવા અંગેની અરજીઓ કરવામાં આવી છે તેવા પ્રકરણોના અગાઉના નિયમ મુજબની ફી લઈને મંજૂર કરવા અને ડી-૨ કેટેગરીમાં બિનખેતીમાં ૪૦ ટકા કપાત રાખવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગરની પરિસ્થિતિને ધ્યાને લેતા આ કપાત ઘણી વધુ જણાય છે જેના કારણે ગામનો વિકાસ રૃધાવવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે બીનખેતીમાં ૪૦% કપાતને બદલે ૨૦ % કપાત રાખવાની અને ગામતળમાં એફએસઆઈ વધારવાની માંગ સાથે મનપા કમીશ્નરને રજુઆત કરવામાં આવી હતી. આ તકે એસોશીએસનના હોદ્દેદારો સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.