અમદાવાદ,મંગળવાર,22 જુલાઈ,2025
અમદાવાદમાં મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા હેલ્થ
મેલેરિયા વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ હતી.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી
હોસ્પિટલોમાં મચ્છર મળી આવતા નોટિસ આપવાની સાથે વહીવટી ચાર્જ વસૂલ કરાયો
હતો.લોખંડના ભંગાર,ટાયર
ઉપરાંત કુંડી વગેરેમાં મચ્છર મળી આવતા ૨૭૬ કોમર્શિયલ એકમને મળી આવતા રુપિયા છ
લાખથી વધુની રકમ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરાઈ છે.
મણિનગર,લાંભા
ઉપરાંત બોડકદેવ, થલતેજ,ખાડીયા સહીતના
અન્ય વોર્ડમાં આવેલ હોટલ,
હોસ્પિટલ ઉપરાંત વિવિધ કોમ્પલેકસમાં હેલ્થ-મેલેરિયા વિભાગે મચ્છર અને તેના
લાર્વા અંગે તપાસ હાથ ધરી હતી.ટેરેસ ઉપર રાખવામા આવેલા ભંગાર, ઓવરહેડ અને
અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી,
ફ્રીજની ટ્રે તથા પક્ષી ચાટ વગેરેમાંથી મચ્છર મળતા કાર્યવાહી કરાઈ હતી.