– બાકીબિલ માટે સામાન્ય જનતા સામે રિકવરી ઝૂંબેશ, સરકારી કચેરી સામે પત્રવ્યવહાર
– નગરપાલિકાઓ પાસે સૌથી વધારે રૂા. 9 કરોડ બાકી, ઉપરાંત પોલીસ ક્વાર્ટર, કચેરી અને અન્ય સરકારી વસાહતોનું લાઈટબિલ બાકી
ભાવનગર : પીજીવીસીએલ દ્વારા સામાન્ય જનતા પાસે બાકી વીજબીલની વસૂલાત માટે નાણાંકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં ખાસ રિકવરી ઝુંબેશ હાથ ધરી રૂ.૭૬.૯૫ કરોડની વસૂલાત કરી છે. જ્યારે બીજી તરફ ભાવનગરની નગરપાલિકાઓ, પોલીસ કચેરી તથા ક્વાર્ટર અને સરકારી વસાહતો તથા વિવિધ સરકારી કચેરીઓનું રૂ.૧૦ કરોડથી વધારેનું વીજબીલ હજુ પીજીવીસીએલના ચોપડે બાકી બોલે છે.
નાણાંકીય વર્ષના અંતે પીજીવીસીએલ બાકી વીજબીલની વસૂલાત માટે છેલ્લા ક્વાર્ટરમાં ખાસ રિકવરી ઝુંબેશ હાથ ધરે છે. જેમાં સામાન્ય ગ્રાહકો કે જેમણે નિયમિત રીતે વીજબીલ ભર્યું નથી તેમની પાસેથી બાકી વીજબીલની રકમ વસૂલવામાં આવે છે અને વીજબીલ ના ભરે તો વીજ કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના છેલ્લા ત્રિ-માસિકગાળો જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પીજીવીસીએલે સાડા ત્રણ લાખ ગ્રાહકો પાસેથી રૂ.૭૬.૯૫ લાખની વસૂલાત કરી છે. જેની સામે ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓ, વસાહતો, પોલીસ ક્વાર્ટ અને કચેરીઓનું રૂ.૧૦.૦૯ કરોડનું વીજબીલ હજુ બાકી છે. જેમાં સૌથી વધારે નગરપાલિકાના વોટર વર્કસ અને નગરપાલિકાની સ્ટ્રીટલાઈટનું રૂ.૯ કરોડથી વધારેનું વીજબીલ બાકી છે. સામાન્ય નાગરિક વીજબીલ ના ભરે તો વીજ કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી કરતું વીજતંત્ર સરકારી કચેરીઓના બાકી વીજબીલની વસૂલાત માટે સંબંધિત વિભાગનો સીધો સંપર્ક કરી તેમજ જિલ્લાની સંકલનની બેઠકમાં બાકી વીજબીલ માટેની વસૂલાતની વાત મુકીને સંતોષ માને છે. જોકે છેલ્લા બે-ચાર માસના સમયગાળામાં પીજીવીસીએલે સરકારી કચેરીઓના બાકી વીજબીલના રૂ.૨.૬ર કરોડની વસૂલાત કરી છે.
સરકારી કચેરીઓના બાકી વીજબિલની વિગત
કચેરી |
બાકી |
સરકારી |
૧.૨૬ લાખ |
પોલીસ |
૧૪ હજાર |
પોલીસ |
૬ હજાર |
નગરપાલિકા
વોટર |
નગરપાલિકા |
સ્ટ્રીટલાઈટ 26.41 લાખ |
અન્ય |
વસાહત ૪૧.૯૩ લાખ |
કુલ ૧૦.૦૯ કરોડ |
રિકવરી ઝૂંબેશમાં બાકી વીજબિલની કરેલી વસૂલાત
માસ |
ગ્રાહક |
રકમ રૂા. |
|
|
(કરોડમાં) |
જાન્યુઆરી |
૬૩,૩૭૮ |
૨૦.૨૩ |
ફેબુ્રઆરી |
૧,૦૪,૭૩૧ |
૨૫.૭૧ |
માર્ચ |
૧,૮૬,૨૮૭ |
૩૧.૦૧ |
કુલ |
૩,૫૪,૩૯૬ |
૭૬.૯૫ |