– 498-Aનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્કૃતિની ખૂશ્બુનો નાશ કરી શકે
– યુપીમાં 498-Aની FIR દાખલ થયાની સાથે જ બે મહિનાનો કૂલિંગ પીરિયડ શરૂ થઇ જશે, મામલો પરિવાર કલ્યાણ સમિતિ પાસે જશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ ૪૯૮એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ ૪૯૮એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ ૪૯૮એના કેસોમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવાની જોગવાઇ કરાઇ છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલી આ મહત્વની ગાઇડલાઇનને માન્ય રાખી છે.