સત્યાગ્રહ છાવણીએ આંદોલન યથાવત્
સરકારની ખેલ સહાયક યોજનાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હજુ પણ ઉગ્ર બનવાના એંધાણ
ગાંધીનગર : સરકાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં
આવતી નથી ત્યારે રાજ્યભરના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ નોંધાવીને
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૃ કર્યું છે જેના ભાગરૃપે કસરત સાથે સુત્રોચ્ચાર
સહિત અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત
પણ કરી હતી.
સરકાર દ્વારા ખેલ સહાયક યોજના અમલમાં મુકવામાં આવી છે પરંતુ
વ્યાયામ શિક્ષકો કહી રહ્યા છે કે,
આ યોજના શાળાના બાળકો કે,
શિક્ષકોના હિતમાં નથી અગિયાર મહિનાના કરાર આધારિત આ યોજનામા અનેક સમસ્યા છે અને
રજાના નિયમો પણ અસ્પષ્ટ છે એટલુ જ નહીં,
વેકેશનની ગણતરી પણ અસ્પષ્ટ છે. ઘણા શિક્ષકોને ૧૧ મહિના પુરા થયા પહેલા જ કોઇ પણ
પ્રકારના આદેશ વગર છુટા કરી દેવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં ફેબુ્રઆરી મહિનાનો
પગાર મળે છે તો કેટલાક જિલ્લામાં નિયમિત પુરતો પગાર આપવામાં આવતો જ નથી.
માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળામાં ખેલ સહાયકને છુટા કરી દેવા
માટે પરિપત્ર કરવામાં આવ્યો છે પરંતુ પ્રાથમિક વિભાગમાં કોઇ પરિપત્ર કરવામાં આવ્યો
નથી. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં કાયમી વ્યાયામ શિક્ષકોની જરૃરીયાત છે
અને છેલ્લા ઘણા વખતથી સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છતા કોઇ નહીં સાંભળતા
ગાંધીનગરમાં આંદોલન કરવાની ફરજ પડી છે. ગઇકાલે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા આ
શિક્ષકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તેમ છતા તેઓએ પીછે હટ કરી નથી અને લડત ચાલુ
રાખી છે આજે સત્યાગ્રહ છાવણી ખાતે કસરત તથા દાવપેચ કરીને સરકાર વિરૃધ્ધ સુત્રોચ્ચાર
કરવાની સાથે અનોખો વિરોધ નોંધાવ્યો છે.