વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં પત્નીને જીવતી સળગાવી ફરાર થઇ ગયેલા પતિને જવાહરનગર પોલીસે ૧૫ વર્ષ બાદ ઝડપી પાડયો છે.
રણોલી રેલવે ક્વાટર્સ પાસે રહેતા લક્ષ્મણ ઉર્ફે રાજુ ઉર્ફે માંડલ ઐયલ ગોડસેને ગઇ તા.૨૭-૨-૨૦૧૦ના રોજ તેની પત્ની ગીતા સાથે ઝઘડો થતાં કેરોસીન છાંટીને પત્નીને સળગાવી દીધી હતી અને તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ સસરાને કરી હત્યારો પતિ ભાગી છૂટયો હતો.
જવાહરનગર પોલીસની ટીમો રાજસ્થાન તેમજ તેલંગાણામાં તપાસ કરવા ગઇ હતી.પરંતુ આરોપી મળતો નહતો.જેથી તેને ભાગેડુ જાહેર કર્યો હતો.તાજેતરમાં આરોપી તેલંગાણાના નાલાગોંડા ખાતેના વતનમાં હોવાની માહિતી મળતાં ટીમે ત્યાં પહોંચીને તેને ઝડપી પાડયો હતો.નોંધનીય છે કે,ત્રણ દિવસ પહેલાં પણ જવાહરનગરના પીઆઇ એન કે પરમારે રાજસ્થાનમાં ટીમ મોકલી ૧૬ વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર આરોપીને પકડયો હતો.