– નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટનો હુકમ
– 1-1 લાખનો દંડ પણ ફટકાર્યો : 2021 માં ગાડીમાં 2 ગાયોને કતલના ઈરાદે લઈ પકડાયા હતા
નડિયાદ : નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે ગૌવંશને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક હેરફેર કરવાના કેસમાં ૩ આરોપીઓને ૭ વર્ષની સખત કેદની સજા અને ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦૨૧ની આ ઘટનામાં આરોપીઓ છોટા હાથી ગાડીમાં બે ગાયોને વગર પાસ પરમિટે કતલખાને લઈ જતા ઝડપાયા હતા.
મહેમદાવાદના વણસોલી ગામની સીમમાં ૨૯/૦૯/૨૦૨૧ના રોજ આરોપીઓ વસીમઅકરમ નજીરહુસેન મલેક, મહંમદસકીલ મહંમદ રફીક મલેક અને વાહીદ હુસેન ગનીમિયા મલેક તમામ રહે.