વડોદરાઃ દુમાડ ચોકડી પાસે સમા પોલીસે રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડયા હતા.
મહિલા દ્વારા રિક્ષામાં દારૃની હેરાફેરી કરવામાં આવતી હોવાની વિગતોને પગલે ડીસીપી પન્ના મોમાયાએ સમાના પીઆઇ બી બી કોડિયાતરને વોચ રાખવા કહ્યું હતું.જે દરમિયાન દુમાડ ચોકડી પાસેથી એક રિક્ષામાં બે મહિલા દારૃના મોટા જથ્થા સાથે પકડાઇ હતી.
પોલીસની પૂછપરછમાં એક નું નામ ગૌરી તોપાનભાઇ ભાભોર(ભગવાનપાર્ક સામે,રણોલી મૂળ દાહોદ),બીજીનું નામ ઉર્મિલા છનાભાઇ પરમાર(ગણેશ નગર, રણોલી) તેમજ રિક્ષા ચાલકનું નામ ગેમસિંગ ઉર્ફે ગેમા સબુરભાઇ બારીયા(જીતુભાઇની ચાલી,રણોલી મૂળ ખોજળવાસા,શહેરા) હોવાનું ખૂલ્યું હતું.તેમની પાસેથી રૃ.૧.૫૦ લાખની દારૃની ૮૫૩ બોટલ,રિક્ષા અને મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.આ પૈકી ગૌરી અગાઉ સાત વાર પકડાઇ હતી.