વડોદરા,આજવા રોડ પર નજીવી બાબતે તકરાર થતા પુત્રે છરી વડે પિતા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ મેમણ કોલોની મદિના એપાર્ટમેન્ટમાં રહેતા અનવરભાઇ કાસમમીંયા મેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે હું તથા મારા બંને દીકરાઓ ઘરે હતા. મારે ચા બનાવવી હતી. જેથી, હું વાસણ ધોવા માટે બાથરૃમમાં ગયો હતો. તે સમયે મારો દીકરો અનિશ મેમણ બાથરૃમમાં નાહવા ગયો હોઇ જેથી, મે મારા દીકરાએ મારી સાથે ઝઘડો કર્યો હતો. તે મારી સાથે ઝપાઝપી કરવા લાગતા મારો મોટો દીકરો અકરમ તેને છોડાવવા ગયો હતો. મારો નાનો દીકરો અનિશ છરી વડે અમારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અનિશે ધમકી આપી હતી કે, હું જાતે છરી મારીને તમને ખોટા કેસમાં ફસાવી દઇશ.