– ગઢડાના નાના સખપર ગામે
– મૃતકના પત્નીએ પાંચ શખ્સ વિરૂધ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભાવનગર : ગઢડાના નાના સખપર ગામે રહેતા યુવાને ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી પાંચ શખ્સ દ્વારા કરી ત્રાસ આપતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ગઢડા તાલુકાના નાના સખપર ગામે રહેતા આશાબેન નાગજીભાઈ ડેરવાળિયાના પતિ નાગજીભાઈ ડેરવાળિયાને ભાવેશ વશરામભાઈ કળથીયા,જયેશ નાનજીભાઇ ગોલાણી,દેવકરણ હનુભાઇ મારૂ,કાળુ ચાપભાઈ ગોવાળીયા,શૈલેન્દ્રસિંહ ખોડુભાઈ ડોડીયા,પરબત કરશન વઢેળ પૈકી ભાવેશ તથા જયેશ કારખાનાના કારીગરોનો પગાર ન કરી તથા કારખાનાના વહીવટ બાબતે હેરાન પરેશાન કરી ત્રાસ આપી તથા દેવકરણ તથા કાળુ તથા શૈલેન્દ્રસિંહ તથા પરબતએ નાગજીભાઈ ડેરવાળિયાને ઉંચા વ્યાજે પૈસા આપ્યા હતા. અને ઉંચુ વ્યાજ આપેલ રૂપિયાની ઉઘરાણી કરી તમામ ઈસમો નાગજીભાઈ ડેરવાળિયાને હેરાન પરે શાન કરેલ કરતા હતા.આ ત્રાસથી કંટાળી નાગજીભાઈ ડેરવાળિયાએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.નાગજીભાઈ ડેરવાળિયા મોબાઈલમાં સ્યુસાઇટ નોટ પણ લખી હતી.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની આશાબેનએ પાંચ શખ્સ વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.